અમદાવાદ એરપોર્ટ પરથી હાઇબ્રીડ ગાંજા સાથે વિયેતનામથી આવેલા 2 મુસાફર એરપોર્ટ AIU યુનિટના હાથે ઝડપાઇ ગયા છે. હનોઇથી આવેલા આ બંને મુસાફરો પાસેથી 8.5 કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. એક મુસાફર પાસેથી 4.206 કિલો અને અન્ય એક મુસાફર પાસેથી 4.207 કિલો ગાંજો ઝડપાયો છે.
જપ્ત કરાયેલા હાઇબ્રીડ ગાંજાની કિંમત 8 કરોડ
બંને મુસાફરો પાસેથી પ્લાસ્ટિક બેગમાં વેક્યુમ કરીને લવાયેલા ગાંજાના 8 પેકેટ જપ્ત કરાયા છે. એરપોર્ટ AIU યુનિટને શંકા જતા બંને યાત્રીઓને રોકીને તેમની તપાસ કરાઈ હતી જેમાં ગાંજો મળી આવ્યો હતો. બંને કેરિયર સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. આ જપ્ત કરાયેલા હાઇબ્રીડ ગાંજાની કિંમત 8 કરોડ હોવાનું જાણવા મલે છે.













