મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અને EDના અધિકારી બનીને ડિજિટલ એરેસ્ટના નામે અમદાવાદના જાણીતા તબીબ પાસેથી 8 કરોડ પડાવ્યા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિજીટલ અરેસ્ટ કેસમાં ત્રણ આરોપીની કરી ધરપકડ, કમ્બોડિયાથી ચાલતું હતું ડિજિટલ એરેસ્ટનું નેટવર્ક અને ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મની લોન્ડ્રીગ કેસની તપાસના નામે ધરપકડ કરવાની ધમકી આપી હતી
ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં જોવા મળતા પપ્પુ સીંધ ઉર્ફે પપ્પુરામ પરિહાર, આસિફ શાહ ઉર્ફે ભદો પઠાણ અને વિકાસ કુમાર ઉર્ફે મુરારી સિંગની ડિજિટલ એરેસ્ટ કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીઓ અમદાવાદના તબીબ પાસેથી રૂપિયા 8 કરોડની છેતરપિંડી કરી હતી ઘટનાની વાત કરીએ તો 28 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી પાલડીના એક વૃદ્ધ તબીબને વોટ્સએપ પર EDના અધિકારી બનીને મની લોન્ડ્રીગ કેસની તપાસના નામે ધરપકડ કરવાની ધમકી આપી હતી.
3 આરોપીની સંડોવણી ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે
તબીબના મુંબઈ કેનેરા બેંકના ખાતામાં રૂપિયા 5 લાખ જમા થયા હોવાનું કહીને કોર્ટ માંથી 40 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કરી ધરપકડ કરવાની ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, જેમાં કમ્બોડિયા ગેંગ દ્વારા તબીબને વિડ્યો કોલ મારફતે કોર્ટની પ્રોસેસ લાઈવ બતાવીને તબીબનો વિશ્વાસ કેળવ્યો હતો, તબીબે દિલ્હી તપાસમાં અર્થે નહી આવવાના બહાને રૂપિયા 5 લાખ ભરાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ 1 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી માં RTGS મારફતે અલગ અલગ 7 બેંક એકાઉન્ટ માં 8 કરોડ રૂપિયા ગેંગએ મેળવી લીધા હતા આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરતા તપાસમાં 3 આરોપીની સંડોવણી ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા અને તેમા કમિશન મળતું હતુ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ પપ્પુ સિંઘના બેંક એકાઉન્ટમાં છેતરપિંડી 80 લાખ જમા થયા હતા જે આરોપી પપ્પુ સિંઘ પોતાની બાલાજી ખીરું એન્ડ ફાસ્ટ ફૂડ ની કપનીનુ બેંક એકાઉન્ટ કમ્બોડિયા ગેંગ ને ભાડે આપ્યું હતું જેના બદલે તેને 10 ટકા કમિશન મળવાનું હતું આ પપ્પુ સિંઘની મોબાઈલના સીડીઆર અને ટેકનિકલ એનાલિસિસ આધારે ક્રાઇમ બ્રાન્ચે અમરેલીના આસિફશાહ નામના આરોપી સુધી પહોંચી હતી આરોપી આસિફ અને મહારાષ્ટ્રનો વિકાસકુમાર સિંઘ બેંક એકાઉન્ટ ભાડે લેવાનું કામ કરતા હતા અમને તેમને પણ દરેક બેંક એકાઉન્ટ ટ્રાન્જેક્શન પર કમિશન મળતું હતું.
આરોપી કોમ્બોડિયા ગેંગ સાથે સીધો સંપર્કમાં હતો
પોલીસ ની તપાસ મા સામે આવ્યું કે નાણા ટ્રાન્જેક્શન અને બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા ભાડે આપવાનું કામ આસિફ પઠાણ જોતો હતો..જ્યારે અન્ય આરોપી વિકાસ કુમાર ગેમિંગના નાણાં ટ્રાન્જેક્શન કરવા માટે બેંક એકાઉન્ટ ભાડે આપતો હતો..આ બન્ને આરોપી પાંચ મહિના પહેલા જ સંપર્ક મા આવ્યા હતા..અને કરોડો રૂપિયા ઉપરનું લિમિટ બેંક એકાઉન્ટ આપવા માટે ચર્ચા કરી હતી..આ દરમિયાન આરોપી વિકાસ કુમાર ટેલીગ્રામ આઇડી પર એલેક્સ મોન્ટી રાજ નામના ઝારખંડ ના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો..જે વોન્ટેડ આરોપી મોન્ટી રાજ કસીનો.. ગેમિંગ ના નાણાં ટ્રાન્જેક્શન કરતો હતો..જે કોમ્બોડિયા ગેંગ સાથે સીધો સંપર્કમાં હતો.
છેતરપિંડીના પૈસા પણ પ્રથમ 8 જેટલી બેંકોમાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે
આ એલેક્સ મોન્ટી એ વિકાસને કરોડ ઉપરની લિમિટ બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે ટ્રાન્જેક્શનના બે ટકા કમિશન આપવાની વાત કરી હતી..જેથી આરોપી વિકાસે આસિફ નો સંપર્ક કરી ને પપ્પુસિંઘ નું કરંટ એકાઉન્ટ વિગત વોટ્સએપ કરી હતી..આ વોટ્સએપ પર વિકાસ કુમારે પપ્પુ ને APK ફાઇલ વોટ્સ એપ મોકલી હતી..જે પપ્પુ આ ફાઇલ ઓપન કરતા ફોન નો તમામ એક્સેસ કમ્બોડિયા ગેંગ પાસે જતું રહ્યું હતું..છેતરપિંડીના 80 લાખ પપ્પુસિંઘ ના એકાઉન્ટ માં જમા થતા 20 સેકન્ડ માં અલગ અલગ એકાઉન્ટ ટ્રાન્સફર થઈ ગયા હતા..આ જ રીતે અન્ય છેતરપિંડીના પૈસા પણ પ્રથમ 8 જેટલી બેંકોમાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે..
આ કેસના અન્ય વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે
ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું કે ડિજિટલ એરેસ્ટ કેસમાં વપરાયેલ મોબાઈલ નંબરની તપાસમાં એક સાથે 272 સીમ વોટ્સએપ માં એક્ટિવા થયા હતા..જેમાં તબીબ ફોન કરનારા ફોન ઓડિશા થી એક્ટિવ થયું હોવાનું તપાસમાં ખુલ્યું હતું..મહત્વ નું છે કે 272 સિમ નું એક્સેસ કમ્બોડિયા ગેંગ ઓપરેટ કરતી હતી પરતુ તેના લોકેશન ભારતના સામે આવ્યા છે..જ્યારે છેતરપિંડી ના માટે બેંક એકાઉન્ટ નાણાં કમ્બોડિયા અને સિંગાપુર તેમજ હોગકોક થી ઓપરેટ થતું હોવાના પુરાવા મળ્યા છે..ત્યારે આરોપી આસિફ શાહ પઠાણ પાસે થી 32 મોબાઈલ ,2 લેપટોપ , 2 સ્વાઈપ મશીન ,21 જેટલા ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ,6 ચેકબુક ,સ્ટેમ્પ, પેઇન ડ્રાઇવ મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ કબજે કરી ને વધુ તપાસ શરૂ કરી છે.













