એક કન્ટેનર ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં લાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-6300 જેની કિંમત 32,70,000 થાય છે, તો પોલીસે કુલ મળીને 75,39,271.30 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે, આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અસલાલી પોલીસ. પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક દ્રારા પ્રોહિબિશનના ગુના શોધવા માટે સૂચના અપાઈ હતી.
આ દારૂ કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી
આ.પો.કોન્સ સાદીકભાઈ ઉસ્માનભાઈની ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે આરોપી સદ્દામ સ/ઓ અસગર ઈસરાઈલ અને વિશાલભાઈ સ/ઓ રાજુભાઈ રમણભાઈ,નિલેશકુમાર સ/ઓ વિઠ્ઠલભાઈ સવજીભાઈને ઝડપી પાડયા છે, કન્ટેનર ટ્રકનું આરટીઓ પાસિંગ રજીસ્ટર નં.HR-55-AW-9486 છે અને તેમાં તપાસ કરતા ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સીલબંધ 750 મી.લીની તથા 180 મી.લીની કુલ બોટલ નંગ-6300 કી.રૂ.32,70,000 મળી કુલ કિંમત રૂપિયા 75,39,271.30/- મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.













