પ્રેમિકાને અન્ય યુવક સાથે પણ હતા પ્રેમ સંબંધ અને યુવકને વચ્ચેથી દૂર કરવા માટે કરી હતી હત્યા, હત્યા બાદ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે મૃતદેહ બહાર કાઢી ગુનો દાખલ કર્યો આ કેસમાં પ્રેમિકા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શહેરના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષથી ગુમ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં ખુદ પત્નીએ પ્રેમીની મદદથી પતિની હત્યા કરીને લાશને રસોડામાં દાટી દીધી હતી. પોલીસે ગુમ યુવકની પત્નીના નિવેદનો


ફતેવાડીના અહેમદી રો-હાઉસમાં રહેતા સમીર બિહારી પત્ની રૂબી સાથે રહેતો હતો

વિરોધાભાસ આવતા કડકાઈથી પૂછપરછ કરતા ભાંડો ફુટી ગયો હતો. પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરીને લાશને ઘરમાં રસોડામાં જમીનની નીચે દાટીને પુરાવાનો નાશ કર્યો હતો. પત્નીના અન્ય યુવકો સાથેના સંબંધોની જાણ પતિને થતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા જેથી પતિનો કાંટો કાઢવા પ્રેમિ સાથે મળીને ખૌફનાક પ્લાન ઘડયો હતો. હાલમાં સરખેજ પોલીસે પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને અટકાયત કરી છે. ફતેવાડીના અહેમદી રો-હાઉસમાં રહેતા સમીર બિહારી પત્ની રૂબી સાથે રહેતો હતો.

પત્નીએ પતિના ગુમ થવા અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી

જેમાં થોડા વર્ષ પહેલા રૂબીને ઈમરાન વાઘેલા નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેની જાણ પતિને થઈ જતાં બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જેથી પત્નીએ પ્રેમી સાથે મળીને પ્રેમસંબંધમાં વચ્ચેથી કાંટો કાઢવા પતિની હત્યાનો પ્લાન કર્યો હતો. ત્યારે એક વર્ષ પહેલા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિ સમીરની હત્યા કરીને લાશને રસોડાની નીચે દાટી દીધી હતી. તેના પર નવુ સિમેન્ટનું ફ્લોરિંગ કરી પુરાવાના નાશ કર્યો હતો. પત્નીએ પતિના ગુમ થવા અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે પત્નીનું નિવેદન લેતા પતિ ઝઘડો કરીને ઘરમાંથી જતો રહ્યો છે એમ કહયું હતુ.

હત્યા કર્યા બાદ રૂબી તે જ ઘરમાં લાંબા સમય સુધી રહી હતી

ત્યારે પાડોશીઓ પૂછતા જણાવતી હતી કે તેનો પતિ તેને છોડીને જતો રહ્યો છે. અવારનવાર રૂબીના નિવેદનો લેતા છેલ્લા ત્રણ મહિનાના નિવેદનોમાં વિરોધાભાસ આવતા શંકા વધુ ગાઢ બની હતી. પત્નીની વધુ પૂછપરછ કરતા તેને પ્રેમી ઈમરાન સાથે મળીને પતિ સમીરની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. રૂબીના પ્રેમી ઈમરાને પતિ સમીરની વસ્તુઓ દૂર કરવા અને પુરાવા નાશ કરવામાં મદદ કરી હતી.


  • Follow us on: