અમદાવાદના ચાંદખેડામાં યુવતીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, યુવતીએ 14મા માળેથી કુદીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પ્રેમી મોહિતે બ્લકેમેઈલ કરી હતી જેના કારણે યુવતી હતાશ હતી, તો ન્યૂડ વીડિયો બનાવીને મોહિત તેને વાયરલ કરવા માંગતો હતો અને બ્લેકમેઈલ કરતો હતો.
14મા માળેથી છલાંગ લગાવી યુવતીનો આપઘાત
અમદાવાદના ચાંદખેડામાં યુવતીએ આપઘાત કર્યો છે, પ્રેમી મોહિત બ્લેકમેઇલ કરતા યુવતીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી તેને બ્લેકમેઇલ કરતો હતો, તો અગાઉ પોલીસમાં વીડિયો ડિલીટ કરાવવા છતાં તે બ્લેકમેઇલ કરતો હતો અને તે ડરના કારણે યુવતીએ આપઘાત કરી લીધો છે, ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવતી અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ હતો
સમગ્ર ઘટનામાં મૃતક યુવતી અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમ સબંધ હતો અને તેમાં યુવક યુવતીને બ્લેકમેઈલ કરતા યુવતીએ જિંદગી ગુમાવી દીધી છે, આ ઘટનામાં હાર્દિક રબારી અને મોહિતે બંનેએ યુવતીનો ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી હતી, મૃતક યુવતીએ મોહિતને રૂપિયા 6000 આપ્યા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવે મુકી હતી, ન્યુડ વીડિયો ડિલીટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પોલીસે વીડિયો ડિલીટ કરાવ્યો તેમ છત્તા બ્લેકમેઈલ કરતા હતા
આ સમગ્ર ઘટનામાં યુવતીએ પહેલા સોલા પોલીસનો સહારો લીધો હતો અને પોલીસ હાજરીમાં બન્ને યુવાનોએ વીડિયો પણ ડિલીટ કરી દીધો હતો અને તેમ છત્તા તેને બ્લેકમેઈલ કરવામાં આવતું હોવાની વાત સામે આવી હતી, મૃતક યુવતી વીડિયો વાયરલ થવાની ડરથી આપઘાત કર્યો છે, તો આ ઘટનામાં પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.