અમદાવાદ શહેરમાં ગેરકાયદે ઑનલાઇન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે.આંતરરાષ્ટ્રીય બેટિંગ પ્લેટફોર્મ 1xBet સાથે સંકળાયેલા રેકેટ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ છે.તપાસ દરમિયાન ત્રણ બેંક ખાતાઓમાં કુલ 550 કરોડથી વધુની લેવડદેવડ સામે આવી છે. આ રેકેટમા રેપિડો ડ્રાઈવરના ખાતાનો ગેરકાયદે ઉપયોગ થયો હતો.


ક્રાઈમ બ્રાન્ચે 550 કરોડના ટ્રાન્ઝેક્શન ઝડપ્યા

આ સમગ્ર મામલે PMLA હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ગેરકાયદે સટ્ટાબાજીથી મળેલી રકમને કાયદેસર દર્શાવવા માટે મની લોન્ડરિંગની પદ્ધતિ અપનાવવામાં આવી હોવાની શંકા છે.તપાસમાં સામે આવ્યું છે કે પ્રદિપ ઓડના ખાતામાં 300 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા.પ્રદીપ ઓડ રેપિડો ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.તેના ખાતાનો ગેરઉપયોગ કરીને સટ્ટાબાજીથી જોડાયેલા નાણાં ફેરવવામાં આવ્યા હતા.કેસમાં કિરણ પરમાર ઉર્ફે લાલો એકાઉન્ટ ખોલાવી અને ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું છે. શેરબજારમાં પણ કૃત્રિમ સોદાઓ બહાર આવ્યા છે. પોલીસે PMLA હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: માર્ચ મહિનાના અંતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શક્યતા, આ વર્ષે ચોમાસુ સારુ રહેશે



  • Follow us on: