અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય પ્રાણી-પક્ષીઓના બ્રિડિંગ સેન્ટર પર દરોડામાં ક્રાઇમ બ્રાંચે કાચુ કાપ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે.


ક્રાઇમબ્રાન્ચે માત્ર જાણવાજોગ દાખલ કરીને સંતોષ માન્યો

નવરંગપુરામાં બ્રિડિંગ સેન્ટરમાં દરોડા બાદ ક્રાઇમબ્રાન્ચે માત્ર જાણવાજોગ દાખલ કરીને સંતોષ માન્યો છે. નવરંગપુરા વિસ્તારમાં જે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ તેમજ પક્ષીઓને રાખવામાં આવ્યા હતા.

જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા નથી

રેઇડ કરનાર ક્રાઇમબ્રાન્ચના PI નું કહેવું છે કે પ્રાણીઓ અને પક્ષીઓને રાખવા માટે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા નથી જેના માટે જાણવાજોગ દાખલ કરાઇ છે.

 વન અધિકારી તેમજ AMC પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો

આ બાબતે વધુ કાર્યવાહી કરવા માટે વન અધિકારી તેમજ AMC પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે અને જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે જો જરૂરી પુરાવા આપવામાં નહીં આવે તો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. 


આ પણ વાંચો----    Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

  • Follow us on: