અમદાવાદમાં બે દિવસ પહેલા શહેરની 17 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીઓ કોણે આપી અને કેવી રીતે આપવામાં આવી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમમાં બોમ્બની ધમકી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આઈપી સહિતની માહિતી માગવામાં આવી
આ અંગે સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયાએ કહ્યું હતું કે, 23 તારીખે અમદાવાદ શહેરની 17 સ્કૂલોમાં ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. જે અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ જ ઈમેલ આઈડીથી નોઈડાની સ્કૂલમાં પણ મેઈલ આવ્યો હતો. જીમેઈલથી કોલ આવ્યા હતાં અને હોક્સ મેઈલ હતાં. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મેઈલને લઈ ગૂગલ પાસેથી આઈપી સહિતની માહિતી માગવામાં આવી છે.













