અમદાવાદની જાણિતી ઉદગમ સ્કૂલ સામે જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં સ્કૂલ દ્વારા મનમાની કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણ અધિકારીએ પણ આ સ્કૂલ સામે રજૂઆત કરવા છતાં પગલાં નહીં લીધા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આવતીકાલે હાઈકોર્ટમાં આ અરજીને લઈને સુનાવણી યોજાશે.


આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી

આવતીકાલે હાઈકોર્ટમાં અમદાવાદની જાણિતી ઉદગમ સ્કૂલ સામે જાહેર હિતની અરજીને લઈને સુનાવણી હાથ ધરાશે. અરજદાર દ્વારા કોર્ટમાં વિગતવાર જવાબ આપવામાં આવશે. ઉદગમ સ્કૂલ ફી વધારા મુદ્દે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. હાઈકોર્ટમાં આ સ્કૂલ સામે પગલાં લેવાની રજૂઆત સાથે અરજી કરવામાં આવી છે. સ્કૂલ સામે અરજી કરનાર આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરશે. ફી વધારાને લઈને પણ સ્કૂલ સામે અનેક વખત રજૂઆતો થઈ હોવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Dwarka News : 15 નિર્જન ટાપુઓ પર તિરંગો લહેરાવાયો, મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજ વંદન


  • Follow us on: