અમદાવાદ પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યા બાદ મિડીયાને માહિતી આપતા જણાવ્યું હતુ કે, ભારતનું સૌથી સેફ સિટી અમદાવાદ છે, અમદાવાદમાં 24 હજાર સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને તમામ કેમેરાનું અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરાય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 259 આરોપીઓને તડીપાર કર્યા છે.


2025માં અમદાવાદમાં ગુનાખોરીમાં ઘટાડો થયો છે : CP

પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 649 સાયબર ક્રાઇમ ગુના નોંધાયા છે અને 29.55 કરોડ રૂપિયા લોકોને પરત અપાવ્યા છે, શહેર પોલીસે કોલ્ડ પ્લે, ક્રિકેટ જેવા મોટા આયોજનોમાં કામ કર્યું છે અને પોલીસ હંમેશા લોકોની સુરક્ષા માટે તૈનાત છે.

અમદાવાદ ગ્રામ્યના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યુ

હર્ષ સંઘવી દ્વારા પોલીસ હેડક્વાર્ટર, મકરબા ખાતે યોજાયેલા ગણતંત્ર દિવસ સમારોહમાં હાજરી આપી હતી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી, હર્ષ સંઘવીએ સ્પીચ આપતા જણાવ્યું હતુ કે, ભારત દુનિયાનો સૌથી લોકતંત્ર દેશ ગણાય છે, બંધારણે સમાનતા, ન્યાયને માર્ગે ચાલવાની શક્તિ આપી છે અને દેશની ધરતીએ આઝાદીના ઘડવૈયા આપ્યા છે, આજે ભારત માતાની ગુંજ ઉર્જા આપનારી છે અને ગુજરાત પોલીસ રક્ષાની કાજે અડીખમ છે, ગુજરાત પોલીસ લોકોને સુરક્ષાનો વિશ્વાસ આપે છે.

મને આ માટી અને ગણતંત્રનું ગૌરવ છે : સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, અમદાવાદે ગુલામીની બેડી તોડવા દેશને દિશા દીધી છે, આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની, સરદાર પટેલે અમદાવાદથી જાહેર જીવન શરૂ કર્યુ, "આ ભૂમિ ગાંધીના સંઘર્ષ મંત્ર, સરદારના લોખંડી મનોબળની ભૂમિ છે' અને કોમનવેલ્થા આયોજન માટે અમદાવાદ તૈયાર છે, ‘અમદાવાદીઓ વિશ્વના દેશોના ખેલાડીઓનું સ્વાગત કરશે’ગુજરાતનો વિકાસ સર્વ સમાવિષ્ઠ અને ટકાઉ છે, અમદાવાદ વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી છે, રાજ્યના અન્ય શહેરોનું માર્ગદર્શક અમદાવાદ બન્યું છે’સાબરમતી રિવરફ્રન્ટ પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે, વિશ્વની કંપનીઓ અહી આવી રહી છે.


આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરના ચિલોડામાં વરઘોડામાં ગાડી હટાવવાને લઈ થયું ધીંગાણું, પોલીસે મામલો થાળે પાડયો



  • Follow us on: