સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકાના નિર્જન ગણાતા 15 ટાપુઓ પર પણ ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે ધ્વજ વંદન કર્યું છે. દરિયામાં નિર્જન ટાપુઓ પર જઈને ધ્વજવંદન કરવામાં આવ્યું છે.


મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજ વંદન

દ્વારકાના 15 નિર્જન ટાપુઓ પર આજે મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે ધ્વજ વંદન કર્યું છે. દરિયામાં નિર્જન ટાપુઓ પર જઈને ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. દેશની સુરક્ષા માટે આ ટાપુઓ મહત્વના ગણાય છે. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા અઝાડ, ધબધબો, લેફામારૂડી, માનમરૂડી, સામિયાણી, રોજી, સિયાયડી, ⁠ગાડુ, કાળુભાર, ભૈદર, ખારા ચુસણા, મીઠા ચુસણા દિવડી, કૂડચલી, આસાભા ટાપુઓ પર તિરંગો લહેરાવાયો છે.


આ પણ વાંચોઃ Deesa : પોલીસ અને હોમગાર્ડ જવાનો સામે ગંભીર આક્ષેપ, બે સગી બહેનોએ જવાનો સામે શોષણનો લગાવ્યો આક્ષેપ


  • Follow us on: