અમદાવાદમાં ભારે વાહનો બેફામ સ્પીડે દોડી રહ્યાં છે. આ વાહનો દ્વારા અકસ્માતની ઘટનાઓ પણ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે શહેરના થલતેજ વિસ્તારમાં હેબતપુરમાં ડમ્પરે આઈસરને ટક્કર મારતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ડમ્પર ચાલકે આઈસરને ટક્કર મારી હતી

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં હેબતપુર પાસે આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે ડમ્પર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે આઈસરને ટક્કર મારી હતી. જેમાં આઈસરમાં બેઠેલા એક યુવકનું મોત નિપજ્યું હતું. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad માં ભદ્ર પ્લાઝા ખાલી કરાવાયું, AMC એ 'અહીં બેસશો તો કાર્યવાહી'નો બેનરો લગાવ્યા, વેપારીઓમાં રોષ


  • Follow us on: