અમદાવાદના બાપુનગરમાં સામાન્ય બાબતમાં હુમલાની ઘટના સામે આવી છે. છોકરાને ધમકાવતા જ ચાર લોકોએ રિક્ષા ચાલક અને તેના ભાઇ પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


અમદાવાદના બાપુનગરમાં સામાન્ય બાબતમાં હુમલો

અમદાવાદના બાપુનગરમાં છોકરાને ધમકાવવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ રિક્ષા ચાલક અને તેના ભાઇ પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. ધુળેટીના દિવસે જ થયેલા હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. છરીથી કરવામાં આવેલા જીવલેણ હુમલામાં ઈજા પામેલા લોકોને શારદાબેન અને શેલ્બી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. બાપુનગર પોલીસે સમગ્ર ઘટનામાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને સતત પડકાર આપી રહેલા ગુનેગારો

અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પોલીસના દાવા છે કે, શહેરમાં ગુનેગારો કંટ્રોલમાં છે પરંતુ બીજી તરફ ગુનાખોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હત્યા, હુમલો, લૂંટ, ચોરી સહિત અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતા આતંકને કારણે શહેરના લોકોમાં ભય ફેલાયો છે. ગુનેગારોને જાણે પોલીસ કે, કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ બેફામ બની રહ્યાં છે. ગૃહમંત્રીએ જાહેરમાં કહ્યું હતું કે, પોલીસને પડકાર ફેંકનારાના હાલ એવા થશે કે તેણે હનુમાનજીના દર્શન કરવા પડશે. તો આવા ગુનેગારો રોજ બેફામ બની પડકાર ફેંકી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા


  • Follow us on: