અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા શેરી સર્કલ ગરબાના પાર્કિંગમાં કારમાંથી ચોરી થઈ છે, કારનો કાચ તોડીને ચોરી કરાતા દંપતી પણ ચોંકી ઉઠયું હતુ અને પોલીસને જાણ કરી હતી, તો પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, કારમાં રહેલ મોબાઇલ, પર્સ, ઘડિયાળ સહિતની વસ્તુઓની ચોરી થતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે.


શેરી સર્કલ પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જવું દંપતીને મોંઘુ પડ્યું,

શેરી સર્કલ ગરબાના પાર્કિગમાં પાર્ક કરેલી કારમાં ચોરીની ઘટના બની છે, કારનો કાચ તોડી કારમાં રહેલ મોંઘી ઘડિયાળ, મહિલાનું પર્સ અને મોબાઈલ ફોનની ચોરી કરાઈ છે, સોલા પોલીસ સ્ટેશન હદમાં ઓગણજ વિસ્તારમાં આવેલા શેરી સર્કલ પાર્ટી પ્લોટમાં બની ઘટના, અને ફરિયાદીએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. મહત્વનું છે કે, ગરબા રમવા માટે જાવ તેનો વાંધો નહી પણ તમારી મહત્વની વસ્તુઓ કારમાં મૂકીને ના જાવ નહીતર તમારી વસ્તુઓ પણ ચોરાઈ શકે છે.

સીસીટીવી કેમેરાની મદદ લેવાશે ?

પાર્કિગમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, આ તો એક કારમાંથી ચોરી થઈ છે પરંતુ અન્ય કારમાંથી પણ ચોરી થશે તો તેની જવાબદારી કોની ? પોલીસે પણ પાર્કિગ એરિયામાં ધ્યાન રાખવું જોઈએ અને જે આયોજનક છે તેણે પણ પાર્કિગ એરીયામાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે કે નહી તેની તપાસ થવી જોઈએ, ખાસ કરીને તહેવારોના સમયે લોકો ફરવા પણ જતા હોય છે તે સમયે તસ્કરો બંધ ઘરનો લાભ ઉઠાવીને ચોરી કરતા હોય છે. 

  • Follow us on: