અમદાવાદના વટવામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે, સગીરા સ્કૂલે જાય તે સમયે નરાધમ તેની વોચ કરતો હતો અને ત્યારબાદ તેને લાલચ આપી અને રૂપિયા 100 પણ આપ્યા અને તેના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ, સ્કૂલે જતી સગીરાને આરોપીએ તેને રસ્તામાં રોકી હતી અને ત્યારબાદ સગીરાએ તેના માતા-પિતાને જાણ કરતા મામલો સામે આવ્યો હતો.
રૂ.100 આપી ફરવા લઈ જવાની આપી લાલચ
અમદાવાદના વટવામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે, સ્કૂલે જતી સગીરાને આરોપીએ રસ્તામાં રોકી અને પોતાની રૂમમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે, સમગ્ર કેસમાં પોલીસે ગુનો નોંધીને યુપીથી આરોપી પ્રફુલ ઉર્ફે પ્રિન્સ ઠાકુરની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની જાણ સગીરના પરિવારને થાય છે અને પોલીસને જાણ કરવામાં આવે છે, પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે અને સગીરાને મેડિકલ માટે સારવાર હેઠળ ખસેડી છે અને આરોપીની સરભરા કરી છે.













