ગુજરાતમાં બેફામ પણે દારૂની હેરાફેરીની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના ધોળકામાંથી 2.27 કરોડ રૂપિયાની કિંમતનો દારુ ઝડપાયો છે. વટામણ- બગોદરા હાઈવે પર એલસીબીની ટીમે ટ્ર્કમાં ભરેલા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ટ્રકમાંથી વિદેશી દારૂની 15552 બોટલો મળી આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. વિદેશી દારુ સહિત કૂલ 2.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો

અમદાવાદના ધોળકામાં પોલીસ દ્વારા બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી છે. પોલીસે 2.27 કરોડના દારૂના જથ્થા સાથે વાહન પણ જપ્ત કર્યું છે. અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી રેડ પાડવામાં આવી હતી. પોલીસે વટામણ હાઈવે પર આવેલા રાયપુર પાટીયા નજીકથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

એકની ધરપકડ અને બે વોન્ટેડ જાહેર

પોલીસે 15552 દારૂની બોટલ અને એક વાહન સહિત મોબાઈલ અને રોકડ રકમ પણ જપ્ત કરી છે. પોલીસે ઘટના સ્થળેથી એક આરોપીની ધરપકડ કરી કોઠ પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો. જ્યારે બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે રાજસ્થાનના બાડમેરના મુલારામ જાટની ધરપકડ કરી છે. જ્યારે અનિલ પંડ્યા અને એક અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે.


આ પણ વાંચોઃ Surat News: ડુમસ સી ફેસ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને પાંચ લાખની પેનલ્ટી, ધૂળ ઉડાડતી ટ્રક પસાર થતા કમિશનરે ફટકાર્યો દંડ

  • Follow us on: