સુરતમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં મહાનગર પાલિકાના કમિશ્નરે પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાલમાં ડુમસ સી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે આ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ધૂળ ઉડાડતી ટ્રકો પસાર થતાં તેમણે દંડ ફટકાર્યો હતો. પ્રદૂષણ અને નિયમ ભંગ થતા કાર્યવાહી કરી હતી.પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર એન.પી.ડોબરિયાને દંડ ફટકાર્યો હતો.
સુરતમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં દંડ
સુરતમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સાઈટની મુલાકાત લેવા પહોંચ્યા હતાં. જ્યાં સાઈટ પરથી ટ્રકો નીકળતા ધૂળ ઉડતી હતી. જેથી હવા પ્રદૂષણની ગંભીરતાને ધ્યાને લઈને તેમણે ટ્રક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. તેમજ ત્યાંની ઈમારતમાં ગ્રીન નેટ પણ લગાડાઈ ન હોવા સહિતનું ધ્યાને આવ્યું હતું.













