સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે એક ડ્રાઈવ શરૂ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. પોલીસે અલગ અલગ પ્રકારે કેસ નોંધીને મસમોટો દંડ વસૂલ્યો છે. છેલ્લા 10 દિવસમાં જ ટ્રાફિક પોલીસે 24 હજારથી વધુ ટ્રાફિક ભંગના કેસ નોંધ્યા છે.
ટ્રાફિક પોલીસે 10 દિવસમાં 24 હજારથી વધુ કેસ નોંધ્યા
સુરત ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડ વસૂલવાની શરૂઆત કરી દીધી છે. ટ્રાફિક પોલીસે છેલ્લા 10 દિવસમાં 24 હજારથી વધુ કેસ કરીને 12.42 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. જેમાં ખાસ કરીને ઓવરસ્પિડ અને સિગ્નલ તોડવાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ટ્રાફિક પોલીસે ઓવરસ્પીડિંગના સૌથી વધુ 8562 કેસ નોંધ્યા છે. જ્યારે સિગ્નલ તોડવા અંગે 6655 કેસ નોંધવામાં આવ્યા છે.













