સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર-ઠેર ભારે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે શહેરની સ્થિતિ હવે દિલ્હી જેવી થઈ ગઈ છે. શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધીનો માર્ગ તેમજ મજુરાગેટથી રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.


મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

આ ભારે ટ્રાફિક જામમાં હજારો વાહનો કલાકો સુધી ફસાયા હતા, જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકની ગંભીરતા દર્શાવતા ડ્રોન વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે. ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ટ્રાફિક વિભાગ પાસે તાત્કાલિક યોગ્ય આયોજનની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો - Lion Viral Video: જૂનાગઢમાં બાળ સિંહ અને સિંહણનો વિડિયો વાયરલ, જોઈને સુધરી જશે દિવસ



  • Follow us on: