અમદાવાદ શહેરમાં મોટી જાનહાની થતા રહી ગઈ છે, શહેરમાં નબીરાઓ ફરી બેફામ બન્યા છે અને ફુલ સ્પીડમાં કાર હંકારીને 5 લોકોને અડફેટે લીધા છે, સિંધુભવન રોડ પર આવેલ અર્બન ચોક પાસે આ ઘટના બની છે અને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
અમદાવાદ શહેરમાં નબીરાઓ ફરી બેફામ
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ફુલ સ્પીડમાં આવેલા કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા છે, 2 હોમગાર્ડ ત્યાં ફરજ બજાવતા હતા તેમને પણ અડફેટે લીધા છે, તો અકસ્માત કરીને ભાગવા જતા કાર ચાલકે 3 શ્રમિકોને પણ અડફેટે લીધા છે, અને ઘટનામાં કોઈના મોત નથી અને લોકોના ટોળા એકઠા થયા હતા.
કાર ચાલકે 2 હોમગાર્ડ સહિત 5 લોકોને લીધા અડફેટે
સિંધુભવન નજીક અર્બન ચોક સામે 2 હોમગાર્ડને કાર ચાલકે મારી ટક્કર અને અકસ્માત કરી ભાગવા જતા 3 શ્રમિકોને પણ મારી ટક્કર, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અને મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં 2 શખ્સોની પોલીસે અટકાયત પણ કરી છે અને કાર ચાલક કોન છે તેની માહિતી હાલમાં સામે આવી નથી, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
અમદાવાદના સિંધુભવન રોડ પર વારંવાર સર્જાય છે અકસ્માત
અમદાવાદનો સિંધુભવન રોડ પોશ વિસ્તાર છે અને આ રોડ પર વારંવાર નબીરાઓ અકસ્માત સર્જતા હોય છે અને બેફામ કાર હંકારી સ્ટંટ પણ કરતા હોય છે, પોલીસને આ વાતની ખબર જ નથી કે શું ! ઘટના બને પછી પોલીસ દોડી જાય છે, સિંધુભવન રોડ પર મોડી રાત્રે આ અકસ્માતની ઘટના બની હતી, અને પોલીસે પણ આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, કાર ચાલકે દારૂનો નશો કર્યો છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.