અમદાવાદમાં ફરી લૂંટની ઘટના બની છે, દલાલ આંગડિયામાંથી પૈસા લઇને જતા લૂંટાયો હતો અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પાસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે, આરોપીઓએ ફરિયાદીને રોકી બોલાચાલી કરી હતી અને બોલાચાલી બાદ કારની ચાવી રોડ પર ફેંકી હતી, ફરિયાદી ચાવી લેવા જતા અન્ય બે વ્યક્તિએ લૂંટ કરી હતી.


ફરિયાદી વેપારના કામે રૂપિયા વટવા લઇ જતો હતો

અમદાવાદના શહેરકોટડામાં 18 લાખની લૂંટની ઘટના બની છે, સરા જાહેર રોડ પર લૂંટની ઘટના બની છે, જેમાં વંદે માતરમ્ પાર્ટી પ્લોટ પાસે આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પાસે આ ઘટના બની હતી, ફરિયાદી સીજી રોડથી આંગડીયામાં રૂપિયા લઈને આવતો હતો અને તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, આરોપીએ બાઇક આગળ રોકી બોલાચાલી શરૂ કરી હતી.

બોલાચલાઇ બાદ કારની ચાવી લઈને રોડ પર આગળ ફેંકી દીધી

ફરિયાદી કારની ચાવી લેવા જતા પાછળથી અન્ય બે શખ્સોએ આવીને લૂંટને અંજામ આપ્યો હતો અને બીજા બે જણા આવીને ડેકીમાંથી કાર્ડ લગાવીને પૈસા લઈને જતા રહ્યા હતા, ફરિયાદી સ્ટીલ અને લોખંડની વસ્તુઓનો બ્રોકર હોવાની વાત સામે આવી છે, ફરિયાદી વેપારના કામે પૈસા વટવા લઈને જતો હતો અને હાલ પોલીસ દ્વારા ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, સમગ્ર વિસ્તારમાં પોલીસ નું સર્વેલન્સ શરૂ થઈ ચૂક્યું છે.

પોલીસે આસપાસના સીસીટીવી લીધા છે તપાસ માટે

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, હજી સુધી આરોપી પોલીસ પકડની બહાર છે અને આસપાસના સીસીટીવી પણ પોલીસે તપાસ માટે લીધા છે.

  • Follow us on: