રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ વિશાલ ઉર્ફે ટોલુ અમરજી ઠાકોર પોતાના હાથમાં લાકડાના હાથાવાળું ધારીયુ (દાંતી) તથા ગોવિંદ ઉર્ફે ભુરો વિષ્ણુજી ઠાકોર પોતાના હાથમા છરી તથા આર્યન મુકેશજી ઠાકોર તેમજ સાહીલ અમરજી ઠાકોર પોતાના હાથમા લાકડાનો દંડો લઈ આવી મને ગંદી બિભત્સ ગાળો બોલવા લાગેલા અને ગોવિંદ ઉર્ફે ભુરો તથા વિશાલ ઉર્ફે ટોલુ મારી પાસે આવી મને કહેતો હતો કે, ગઈ ઉત્તરાયણ વખતે મારી સામે મગજમારી કેમ કરી હતી એમ કહી મને જેમ ફાવે તેમ ગંદી બિભત્સ ગાળો બોલી શરીરે ગડદાપાટુનો માર માર્યો હતો.


અગાઉના ઝઘડાની અદાવત રાખીને કર્યો હુમલો

પરિવાર ફટાકડા ફોડી રહ્યો હતો તે દરમિયાન આરોપીઓએ આવીને ફરિયાદીના જમણા હાથના કાંડાના ભાગે ધારીયું માર્યુ હતુ તે દરમિયાન પરિવારના અન્ય સભ્યોને પણ આ ધારીયું માર્યુ હતુ અને ઈજા પહોંચાડી હતી, તો આર્યન અને સાહીલે પણ ઝઘડો કરીને ઝપાઝપી કરી હોવાની વાત સામે આવી છે. ગોવિંદ ઉર્ફે ભુરાએ તેના હાથમા રહેલ છરી કમરની જમણી બાજુએ મારી દેતા ફરિયાદીને લોહી નીકળવા લાગેલ જેથી પ્તની અને કાકી છોડાવવા વચ્ચે પડયા હતા અને ગોવિંદ ઉર્ફે ભુરાએ તેના હાથમા રહેલ છરી કાકીને જમણા હાથે મારી હોવાની વાત સામે આવી છે. અને પત્નીને પણ જમણા હાથની હથેળીમાં છરી મારી હતી.

ગુનો નોંધાયેલ આરોપી

01 -વિશાલ ઉર્ફે ટોલુ અમરજી ઠાકોર

ઠાકોર વાસ વેજલપુર ગામ વેજલપુર, અમદાવાદ

02- ગોવિંદ ઉર્ફે ભુરો વિષ્ણુજી ઠાકોર

ઠાકોર વાસ વેજલપુર ગામ વેજલપુર, અમદાવાદ

03- આર્યન મુકેશજી ઠાકોર

ઠાકોર વાસ વેજલપુર ગામ વેજલપુર, અમદાવાદ

04- સાહિલ અમરજી ઠાકોર

ઠાકોર વાસ વેજલપુર ગામ વેજલપુર, અમદાવાદ

જાનથી મારી નાખવાની પણ આપી ધમકી

ઘટનાની જાણ થતાની સાથે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાંથી આરોપીઓ ફરાર થયા હતા તે દરમિયાન આરોપીઓ ફરિયાદીને કહેવા લાગ્યા કે તુ બચી ગયો નહીતર તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી, તો ફરિયાદીને પહેલા સોલા સિવિલ અને ત્યારબાદ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, તો સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે, આ ચાર આરોપીઓનો વેજલપુર ગામમાં ત્રાસ હોવાની વાત પણ સામે આવી છે.


  • Follow us on: