અમદાવાદના રાણીપમાં ચેઈન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે. રોનક પાર્ક સોસાયટીમાં ચેઈન સ્નેચિંગનો બનાવ બન્યો છે. મહિલાના ગળામાંથી બાઈક સવાર બે યુવકો ચેઈન ખેંચીને ફરાર થઈ ગયા હતાં. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રોનક પાર્ક સોસાયટીમાં ચેઈન સ્નેચિંગનો બનાવ
દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી અને આરોગ્ય અંગે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ પોલીસ વિભાગ દ્વારા સામાન્ય દિવસોમાં પણ સઘન પેટ્રોલિંગ હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે તહેવારના દિવસમાં જ ચેઈન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી લેવાનો બનાવ સામે આવ્યો છે.













