અમદાવાદમાં એક યુવક પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. યુવકે સગાઈ તોડી નાંખતા યુવતીના મિત્રોએ હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટના બાદ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદમાં યુવક પર યુવતીના મિત્રોનો હુમલો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બાપુનગરમા રહેતા એક યુવકની સગાઈ થઈ હતી. જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે યુવતીને અન્ય યુવક સાથે સંબંધ હોવાનું સગાઈ કરનારા યુવકને જાણવા મળ્યું હતું. જેથી આ યુવકે યુવતી સાથે સગાઈ તોડી નાંખી હતી. ત્યાર બાદ આ યુવતીના બે મિત્રોએ યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ યુવક જીવ બચાવવા ત્યાંથી ભાગ્યો હતો.

પોલીસે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી

યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી હકિકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. જે યુવતી સાથે સગાઈ કરી હતી તે અન્ય યુવકના સંપર્કમાં હોવાની માહિતી મળ્યા બાદ સગાઈ તોડી નાંખી હોવાનું પણ તેણે પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે યુવકની ફરિયાદ લઈને હુમલો કરનારા શખ્સોને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: