અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અંતર્ગત 4 આરોપી સામે ગુનો નોંધાયો છે, ઝડપાયેલ 3 આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને વાસણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા અંજલી ચાર રસ્તા પાસે આવેલી એક મિલકત આ 3 આરોપીએ ભેગા મળીને ગુનાહિત કાવતરૂ રચીને પડાવી પાડતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના
સ્ટેશન ગુ.ર.નં.પાર્ટ A-૧૧૧૯૧૦૬૬૨૫૦૧૪૮/૨૦૨૫ ઇ.પી.કો.કલમ-૪૦૬,૪૨૦, ૩૮૪, ૪૫૨, ૪૨૭, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫ (૧) મુજબના મિલ્કત સંબંધી ના ગુનાની તપાસ ચલાવી રહેલ હોય અને તપાસ દરમ્યાન આ ગુનાના આરોપીઓ (૧) સંજયભાઇ ઉર્ફે નાથી ઉર્ફે સંજ્યો સ/ઓ વાઘજીભાઇ ઓખાભાઇ દેસાઇ તથા (૨) સુરેશભાઇ દલસુખભાઇ પંચાલ તથા (૩) મહેશભાઇ ઇશ્વરભાઇ દેસાઇ તથા (૪) દશરથભાઇ ઉર્ફે લાલો સ/ઓ મગનભાઇ દેસાઇ નાઓએ તેની સાથેની સગંઠીત ટોળીએ ગુજસીટોક કાયદો અમલમા આવ્યો ત્યારથી તેમજ છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન ઘણાબધા ગંભીર પ્રકારના ગુનાઓ વાસણા પોલીસ સ્ટેશનની હદમા તથા અન્ય છ જેટલા પોલીસ સ્ટેશનની હદમા ઉપરોક્ત ટૉળકીએ ગુના આચર્યા છે.

આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે
આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોકની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે, વાસણા પોલીસે ગુજસીટોકની કલમ-૩(૧)(૨), ૩(૨),૩(૪) મુજબની આરોપીઓ વિરૂધ્ધમાં દાખલ કરવા કાર્યવાહી કરી આગળની વધુ તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર “એમ”ડીવીઝન કરી રહ્યાં છે અને આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે
આરોપીઓની મોડસ ઓપરેન્ડી છેલ્લા ઘણા સમયથી ગુનાહીત કૃત્યો કરવાના ઇરાદા સાથે સંગઠીત થઇ એકબીજાના મેળાપણા હેઠળ ગુનાહીત કાવતરૂ રચી ખંડણી , ચેન સ્નેચીંગ , મની લોન્ડ્રીંગ , આપઘાતના દુષ્પ્રેરણા એટ્રોસિટી એક્ટ, ગુનાહીત ઇરાદે ગૃહ અપપ્રવેશ, રાયોટીંગ, ધમકી ,છેતરપિંડી અને વિશ્વાસઘાત,જુગાર , ખોટા દસ્તાવેજો બનાવવા તથા નોટરીઓના બનાવટી સિક્કા તથા સહીઓ કરી રાજ્યની આવક માટે સરકારે બહાર પાડેલા સ્ટેમ્પની બનાવટ કરી અમદાવાદ મર્કેન્ટાઇલ કો.ઓ.બેંક પ્રેમચંદનગર રોડ,અમદાવાદ શહેરની શાખાનુ બનાવટી ફ્રેકીંગનું મશીન પોતાના કબ્જામાં રાખવા વિગેરે જેવા ગંભીર ગુનાઓ આચરતા આવેલ છે. આરોપીઓએ ઉપરોકત વિગતેના ઘણા બધા ગુનાઓ સંગઠિત ગુના ટોળીના સભ્ય તરીકે તથા આવી ટોળી વતીથી ગુનાહીત ધમકીથી જુદા જુદા અનેક પ્રકારના શરીર સબંધી તથા મિલકત સબંધીને લગતા ગંભીર ગુનાઓ આચરવાની ટેવ વાળા છે.
