ગઇ તા.૦૭/૦૯/૨૦૨૫ ના મોડી રાત્રીના પોણા એકાદ વાગ્યાની આસપાસ અમદાવાદના વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજની સામે આવેલ હનુમાનજીના મંદિરની બાજુની ખુલ્લી જગ્યા પાસે જીલુભા સોલંકી તથા શંકર રાયમલજી નાઓએ અગાઉ થયેલ ઝગડાની અદાવત રાખી ફરીયાદી તથા સાહેદ દેવર્શભાઇને બિભત્સ ગંદિગાળો બોલી ગડદાપાટુનો માર મારી તે દરમ્યાન જીલુભાના ભાઇ પવનસિંહ સોલંકી નાએ તેના ભાઇનુ ઉપરાણુ લઇ ફરીયાદી તથા સાહેદ દેવર્શભાઈને માર મારી જીલુભાઇએ ફરીયાદીના કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી.


ગળાના ભાગે છરા વડે જીવલેણ ઘા મારી ઇજાઓ પહોંચાડી

પવનસિંહે દેવર્શભાઇને ગળાના ભાગે છરા વડે જીવલેણ ઘા મારી ઇજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરી નાસી જઇ ગુનો કરતા ફરી.શ્રી ધીરેન્દ્રભાઇ ઉર્ફે ધીરેન રમેશભાઇ સરગરા રહે.મ.નં એ/પર, કાર્તિક શેરી,પ્રવીણનગર, વાસણા, અમદાવાદ શહેરનાઓએ (૧) જીલુભા સોલંકી તથા (૨) તેનો ભાઇ પવનસિંહ સોલંકી તથા (૩) શંકર ઠાકોર રહે.જડીબા નગર નાની વિરૂધ્ધ વાસણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ ર.નં ૧૧૧૯૧૦૬૬૨૫૦૧૯૪/૨૦૨૫ ધી બી.એન.એસ-૨૦૨૩ ની કલમ-૧૦૯(૧), ૧૧૮(૧), ૧૧૫ (૨), ૨૯૬ (બી),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ થી ફરીયાદ આપતા ઉપરોક્ત નંબરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ગુનાહિત ઈતિહાસલ ધરાવતા હોવાથી આરોપીઓની પાસા કરાઈ

જે ગુનાની તપાસના કામે શંકરભાઇ સ/ઓ રાયમલજી રતાજી ઠાકોર રહે:મ.નં-૫, જડીબાનગર પ્રથમા બ્લડ બેંકની બાજુમા વાસણા અમદાવાદ શહેર મુળ વતન ગામ-દેત્રોજ તા.કડીનાને તા.૦૭/૦૯/૨૦૨૫ ના કલાક ૨૨/૩૮ વાગ્યે અટક કરવામા આવેલ જેની પુછપરછ કરતા આ કામના નાસ્તા ફરતા આરોપી (૧) પવનસિંહ વેલુભા સોલંકી (દરબાર) ઉ.વ.૨૩ રહે.મ.નં.૯ જુના રિધ્ધી એપાર્ટમેન્ટ પ્રજાપતી ગાર્ડન પાસે વાસણા અમદાવાદ શહેર તથા (૨) જીલુભા ઉર્ફે જીલ ચેલુભા સોલંકી (દરબાર) ઉ.વ.ર૧ રહે.જડીબાનગર પ્રથમા બ્લડ બેંકની બાજુમા વાસણા અમદાવાદ શહેરનાઓ ગુનાહીત ઇતિહાસ ધરાવતા હોવાથી પાસા કરેલ છે.

અમદાવાદ શહેરમાં પોતાનું નેટવર્ક ઉભુ કરી પોતાની ગેંગ કાર્યરત રાખેલ હોવાનુ સ્પષ્ટપણે જણાઇ આવે છે

સેકટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ તથા મદદનીશ પોલીસ કમિશનર,"એમ" ડીવીઝનની સુચનાથી આરોપીઓના વાસણા પોલીસ સ્ટેશનનું રેકર્ડ ચેક કરાવતા કામના ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ગનાઓ દાખલ થયેલ હોવાનુ અને આ કામના આરોપીઓ (૧) પવનસિંહ વેલુભા સોલંકી (દરબાર) તથા (૨) જીલુભા ઉર્ફે જીલ ચેલુભા સોલંકી (દરબાર) નાઓએ તેની સાથેની સગંઠીત ગુના ટોળીએ ગુજસીટોક કાયદો અમલમા આવ્યો ત્યારથી તેમજ છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન ઘણાખરા ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલ હોવાનુ અને સદર ગુનાઓ હાલમાં નામ. કોર્ટ પેન્ડીંગ હોવાનું તથા તે રીતે મજકુર આરોપીઓએ અમદાવાદ શહેરમાં પોતાનું નેટવર્ક ઉભુ કરી પોતાની ગેંગ કાર્યરત રાખેલ હોવાનુ સ્પષ્ટપણે જણાઇ આવે છે.

ઘણા સમયથી ગુનાહીત કૃત્યો કરતા હોવાની વાત સામે આવી છે

આ કામના ઉપરોકત આરોપીઓએ એકબીજાની સાથ મળીને એકાંકી કે સયંક્ત રીતે ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળી " organised crime syndicate " બનાવેલ છે. જે ગેંગના સાગરીતોએ એકાંકી કે સયંક્ત રીતે સિન્ડીકેટ અથવા ટોળી (GANG) રૂપે સતત કાયડરત રહલે છે. આ ગનાની ટોળીએ એકાંકી કે સંયુક્ત રીતે પોતાની સંગઠીત ગનાહીત પ્રવુતીઓ ગુજસીટોક કાયદો તારીખ ૦૫/૧૧/૨૦૧૯ અમલમા આવ્યા ત્યારથી ઘણા સમયથી ગુનાહીત કૃત્યો કરવાના ઇરાદા સાથે એકત્રીત થઇ સંગઠીત થઇ, ગુનાહીત કાવત્રુ ઘડી (CRIMINAL CONSPIRACY), હત્યાનો પ્રયાસ (ATTEMPT TO MURDER), ધમકી (THEFT), સાદી વ્યથા (VOLUNTARILY CAUSING HURT) તથા ભયંકર સાધનો વડે સ્વેચ્છા પુર્વક વ્યથા (VOLUNTARILY CAUSING HURT WITH DANGEROUS WEAPON), વિગેરે જેવા ગંભીર ગુનાઓ આચરતા આવ્યા છે.

આરોપીઓને ઝડપવા પોલીસે ટીમ બનાવી

આરોપીઓએ ઉપરોકત વિગતેના ધણા બધા ગુનાઓ સંગઠિત ગુના ટોળી(syndicate)ના સભ્ય તરીકે તથા આવી ટોળી (syndicate) વતીથી હિંસા દ્વારા તથા હિંસાની ધમકી આપીને તથા ગુનાહીત ધમકીથી તથા પોતાનો હેતુ બર લાવવા અન્યાયી કૃત્યથી તથા ગંભીર પરિણામો ધરાવતા જુદા જુદા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરી,આવા ગુનાઓનો ઇતિહાસ ઉભો કરી સામાન્ય નાગરીકોમાં પોતાનો તથા પોતાની ટોળીનો ભય/આતંક ફેલાવી નિર્દોષ પ્રજાને રંજાડવાનુ કૃત્ય કરેલ છે. અને સંગઠિત ગુના ટોળી(syndicate)ના સભ્ય તરીકે અને તેના સંબંધમા આ ટોળીએ પોતાની ગેરકાયદેસરની પ્રવુતીઓ બે રોક ટોક અને સતત ચાલુ રાખેલ છે. પેટા-(સી)મા નિર્દેશીત" continuing unlawful activity "ની પરિભાષામા આવે છે. જે સંગઠિત ગુનાઓ અમદાવાદ શહેરના સુશીલ નાગરીકો અને સભ્યસમાજ માટે ગંભીર પડકાર બનેલ હોય જેથી ન્યાયના હિતમા આ કામના ઉપરોકત બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ધી G.C.T.O.C Act ૨૦૧૫ની કલમ ૩(૧)(||), ૩(૨), ૩(૪) મજબનો ઉમેરો કરવા પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાઓની મંજુરી મેળવી નામદાર કોર્ટમા ગજસીટોક ની કલમોનો ઉમેરો કરી આ કામના નાસ્તા ફરતા આરોપીઓ (૧) પવનસિંહ વેલુભા સોલંકી (દરબાર) તથા (૨) જીલુભા ઉર્ફે જીલ ચેલુભા સોલંકી (દરબાર) નાઓ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરેલ છે.

  • Follow us on: