અમદાવાદમાં AI જનરેટેડ વીડિયો દ્વારા લોકોને ફસાવી રૂપિયા ખંખેરતુ છેતરપિંડી કરતું મોટું નેટવર્ક સામે આવ્યું છે. એસ્કોર્ટ સર્વિસના નામે યુવતીઓના અભદ્ર વીડિયો મૂકી લોકોને આકર્ષી નાની રકમ પડાવી છેતરપિંડી કરવામાં આવતી હતી.આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી હાથ ધરી છે.સાયબર ક્રિમીનલની આ નવા મોડસ ઓપરેન્ડી દ્વારા સોશિયલ મીડિયા પર યુવતીઓના અભદ્ર AI જનરેટેડ વિડીયો મૂકી લોકોને આકર્ષતા હતા.સંપર્ક કરનાર લોકોને અલગ અલગ બહાનાં બતાવી નાની રકમ માંગવામાં આવતી હતી. યુવતીઓના ફોટા અને વીડિયો બતાવી યુવાનોનો ટાર્ગેટ કરવામા આવતા હતા.


દેશભરમા ફેલાયેલું મોટું નેટવર્ક બહાર આવ્યું

ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર એલ ગોયલે કહ્યું હતું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા દેશભરમા ફેલાયેલું મોટું નેટવર્ક બહાર આવ્યું છે. તપાસ દરમિયાન 120થી વધુ શંકાસ્પદ પ્રોફાઇલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ નેટવર્ક રાજસ્થાન અને છત્તીસગઢ માંથી ઓપરેટ થતું હતું.જેના આધારે પોલીસે ભોગ બનનારને શોધી ઓનલાઈન રૂપિયા ક્યા એકાઉન્ટમા ગયા છે અને તે કોણ ઉપયોગ કરી રહ્યુ છે તે અંગે તપાસ શરૂ કરી છે.સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રોફાઈલ બનાવી છેતરપિંડી કરવામા આવતી હોવાનો ખુલાસો થયો છે.

આઈપી એડ્રેસ મેળવી તપાસ કરવામા આવી રહી છે

આવી પ્રોફાઇલ ક્યાંથી ચાલી રહી છે તેના આઈપી એડ્રેસ મેળવી તપાસ કરવામા આવી રહી છે. પોલીસે રિપોર્ટ કરી આવી પ્રોફાઇલ બંધ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ ઘણા લોકો બદનામીના ડરથી આવી છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા નથી.જેના કારણે ઠગો લાંબા સમયથી આવી પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા.હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા શંકાસ્પદ પ્રોફાઇલ ડીલીટ કરાવવા તેમજ આ નેટવર્ક સામે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ શંકાસ્પદ પ્રોફાઇલ કે ઓફર દેખાય તો તરત પોલીસને જાણ કરવી જેથી લોકો ભોગ બને તે પહેલા તેને અટકાવી દેવામા સફળતા મળે.


આ પણ વાંચોઃ Surat News: ગેસની અછતથી કંટાળી શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ


  • Follow us on: