અમદાવાદની મધ્યસ્થ જેલમાં આજે કેદીઓ વચ્ચે મારામારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેના કારણે જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા કેટલાક આતંકી કેદીઓને જેલમાં રહેલા અન્ય કેદીઓએ માર માર્યો હતો.


અમદાવાદ જેલમાં હાઇ-પ્રોફાઇલ મારામારી

ઘટનાની જાણ થતાં જ જેલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. મારામારીના આ બનાવ પાછળનું ચોક્કસ કારણ શું છે, તે જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ હુમલો પૂર્વઆયોજિત હતો કે પછી સામાન્ય બોલાચાલી બાદ થયો, તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી આ ઘટનાને પગલે જેલ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે.


  • Follow us on: