દેશમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાને લઈને સીબીઆઈ એક્શનમાં આવી ગઈ છે. દેશમાં કર્ણાટક અને ગુજરાત સહિત 27 સ્થળો પર દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં સીબીઆઈને એક હજાર કરોડથી વધુ રકમની હેરાફેરી થઈ હોવાની વિગતો મળી મળી હોવાનો ખુલાસો થયો છે. સીબીઆઈએ 17 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓ નકલી રોકાણ અને પોન્ઝી સ્કીમથી ઠગાઈ આચરતા હતાં.


17 આરોપીઓ સામે CBIએ ચાર્જશીટ દાખલ કરી

સાયબર ક્રાઈમના ગુનાને લઈને સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈએ ગુજરાત સહિત દેશમાં 27 સ્થળો પર દરોડા પાડ્યા હતાં. જેમાં એક હજારથી વધુ રકમની હેરાફેરી થઈ હોવાનો ખુલાસો થયો હતો. એક જ ખાતામાંથી 152 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાના પુરાવા મળ્યા છે. નકલી રોકાણ, પોન્ઝી સ્કીમ, ઓનલાઈન ગેમિંગ અને પાર્ટ ટાઈમ નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવતી હતી.

મોટા પ્રમાણમાં ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો, રેકોર્ડ જપ્ત

આરોપીઓ Google Ads, બલ્ક SMS, SIM બોક્સ, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હતાં. સીબીઆઈએ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કર્યો છે. આ કેસમાં સીબીઆઈએ 17 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈની કાર્યવાહીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ પેદા થયો છે. દેશ-વિદેશમાં ફેલાયેલ ટ્રાન્સનેશનલ નેટવર્કમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદાનો સકંજો કસાયો છે. 


  • Follow us on: