ગુજરાત પોલીસમા વર્દી પહેર્યા વગર કે પહેરીને જનતાની રક્ષાને કોરાણે મુકીને ખિસ્સાનો મજબૂત વહિવટ કરનારા વહિવટખોરોના નામ પરથી સંદેશ ડિજીટલે ધૂળ ઉડાડવાની શરૂ કર્યા બાદ અમુક અધીરા બની ગયેલા અને હાથમાથી વહિવટ જતા રહેવાની બીકે બાવરા બની ગયેલા વહિવટદારોએ હવે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોવાની માહિતિ સાંપડી છે. આ ગ્રુપમાં બધા પોતાનો વારો ના આવે તેની રાહ જોતા હોય છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી, શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક અને ડી.જી. વિકાસ સહાય સુધી વિવિધ વહિવટદારોની ઉઘરાણીના કારસ્તાન પહોંચ્યા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે.


ક્રાઈમ બાન્ચના કયા વહીવટદારો વગર મંજૂરીએ વિદેશ પ્રવાસે ગયા હતા અને તેમની તપાસમાં ઢીલાસ મૂકાઈ !

અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચમાં અમુક વહીવટદારો પોલીસ સ્ટેશનોના વહીવટ હજી પણ કરી રહ્યાં છે, તો અમુક બહારથી પાછા બદલી કરાવીને ક્રાઈમ બ્રાન્ચમાં પણ આવ્યા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, તો અગાઉ ઘણા વહીવટદારો મંજૂરી વગર વિદેશ પ્રવાસે ગયા હતા અને તેની જાણ કોઈને હતી નહી, તો આવા વહીવટદારોની તપાસ કરવામાં કેમ ઢીલાસ મૂકવામાં આવી હતી, જો વગર મંજૂરીએ વિદેશ પ્રવાસ ગયા હોય તો તે વહીવટદારો કોના આશીર્વાદથી ગયા હતા, જો તપાસ થાય તો સત્યતા સામે આવી જશે કે કોણ નોકરીમાં હતુ અને કોણ બહાર ગયું હતુ.

ક્રાઈમ કોન્ફરન્સમાં અમુક PIના મોઢા પડી ગયેલા હતા

અમદાવાદ શહેર વિસ્તારની રીતે ખૂબ મોટુ છે અને શહેરમાં વિસ્તાર પ્રમાણે અલગ-અલગ પોલીસ સ્ટેશન આવેલા છે, અમદાવાદ શહેરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ક્રાઈમ કોન્ફરન્સ સમયાંતર કરતા હોય છે અને પોલીસ સ્ટેશનના પીઆઈ પણ આ કોન્ફરન્સમાં હાજર રહેતા હોય છે, વિસ્તારમાં ક્રાઈમનો રેશિયો શું છે તેની ઉચ્ચ અધિકારીઓ પીઆઈ પાસેથી માહિતી મેળવતા હોય છે અને તેમને માર્ગદર્શન પણ આપતા હોય છે, ત્યારે આ વખતે યોજાયેલી ક્રાઈમ ફોન્ફરન્સમાં ઉચ્ચ અધિકારીઓએ અમુક પીઆઈઓને કામગીરી બાબતે ઠપકો આપ્યો હતો જેના કારણે અમુક પીઆઈના મોઢા પડી ગયા હતા તેવી માહિતી સામે આવી છે.

રથયાત્રા પણ પતી ગઈ અને બદલી આવેલા માનીતા સ્ટાફને PI છૂટા નથી કરતા

અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા ઘણા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી આવી હતી, તેમ છત્તા હજી પીઆઈના માનીતા અને તેમની નજીક રહેલા માણસોને પીઆઈ છૂટા કરતા નથી તેવી ચર્ચાએ જોર પકડયું છે, સાહેબ હવે તો રથયાત્રા પણ પતી ગઈ છે, અને કોઈ મોટી ઈવેન્ટ પણ છે નહી, 3 મહિના કરતા વધારે નો સમય થઈ ગયો બદલી આવ્યાને તેમ છત્તા તમે હજી તમારા જુના સ્ટાફને કેમ છૂટા નથી કર્યા, જે લોકોની બદલી આવી છે તેમને તાત્કાલિક ધોરણે હવે છૂટા કરવા જોઈએ, ઉચ્ચ અધિકારીઓ તમે પણ જરા આ મામલે તપાસ કરાવશો તો તમને પણ ખબર પડશે કે કયા પીઆઈએ કોને હજી છૂટા કર્યા નથી.

એલિસબ્રિજ લાઈન કયારે નવી બનશે તેની રાહ નાના કોન્સ્ટેબલો જોઈ રહ્યાં છે

અમદાવાદ શહેરમાં પોલીસને રહેવા માટે અલગ-અલગ પોલીસ લાઈનો બની છે અને અમુક જગ્યાએ નવી પોલીસ લાઈન બની રહી છે, અમદાવાદમાં સૌથી જુની પોલીસ લાઈન એટલે એલિસબ્રિજ પોલીસ લાઈન છે, આ એલિસબ્રિજ લાઈનને પહેલા ખાલી કરાવી દેવામાં આવી છે અને તેમ છત્તા અમુક પોલીસ હજી તેમાં વસવાટ કરી રહી છે, એલિસબ્રિજ લાઈનમાં રહેતી ઘણી પોલીસનું કહેવું છે કે, આ લાઈન જર્જરિત છે અને આ લાઈનને તોડીને નવી બનાવવામાં આવે તો સારૂ છે, આ એલિસબ્રિજ લાઈનને નવી બનાવવા માટે અગાઉ પણ અનેકવાર ચર્ચાએ જોર પકડયું છે પરંતુ કોના કારણે આ લાઈનને તોડીને નવી બનાવવામાં આવતી નથી તે એક તપાસનો વિષય છે.

  • Follow us on: