પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. ઇસ્કોન, બોડકદેવ અને ગોતા વિસ્તારમાં માત્ર એક જ દિવસમાં ચોરી અને સ્નેચિંગની ત્રણ અલગ-અલગ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગોતામાં બંધ મકાનમાંથી લાખોની ચોરી
ગોતા વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડીને અંદરથી રૂ. 7.29 લાખની કિંમતના કિંમતી દાગીના અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.













