અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો હજી તપાસમાં છે ત્યારે ફરી વાર એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. શહેરમાં ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો ઝઘડો શાંત કરવા ગયેલા એક વિદ્યાર્થીની આંખમાં પરિકર મારી ઈજા પહોંચાડવામાં આવી છે. આઠમા ધોરણના વિદ્યાર્થીએ પરિકર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ધોરણ 8ના વિદ્યાર્થીએ પરિકર મારી કરી ગંભીર ઇજા
અમદાવાદમાં ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ ઝઘડો શાંત કરવા ગયેલા વિદ્યાર્થી પર પરિકરથી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે પહેલા એલ.જી પછી સિવિલમાં ખસેડાયો હતો. વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઇજા પહોંચી છે અને દ્રષ્ટિ જવાની ભિતી સેવાઈ રહી છે. આ હુમલાના કારણે વિદ્યાર્થીના વાલીમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્કૂલની સુરક્ષા પર સવાલો ઉભા થયાં છે.













