અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી ઉદગમ સ્કૂલ ફરી એકવાર ફી વધારાના વિવાદમાં સપડાઈ છે. ફી રેગ્યુલેશન કમિટી (FRC) એ નિર્ધારિત ધોરણો કરતા વધારે ફી માંગવા બદલ ઉદગમ સ્કૂલને ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. વાલીઓની લાંબા સમયની રજૂઆતો અને પુરાવાઓને આધારે FRCએ આ કડક વલણ અપનાવ્યું છે.
વારંવારના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી
આ પ્રથમ ઘટના નથી કે જ્યારે ઉદગમ સ્કૂલ સામે દંડાત્મક પગલાં લેવાયા હોય. અગાઉ પણ શાળા દ્વારા નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવાના મામલે FRC દંડ ફટકારી ચૂકી છે. તેમ છતાં, શાળા વહીવટી તંત્ર દ્વારા કાયદાનું ઉલ્લંઘન ચાલુ રાખતા આ વખતે કમિટીએ ભારે રકમનો દંડ કરીને કડક ચેતવણી આપી છે. FRCએ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ મનસ્વી રીતે ફી વધારો કરી શકે નહીં.













