અમદાવાદના સાણંદ તાલુકાના નિધરાડ ગામમાં રહેણાંક વિસ્તારની એક ઓરડીમાં ગેરકાયદે કતલખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે સાણંદ પોલીસે ઓચિંતી રેઇડ કરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અહીં કોઈપણ જાતની પરવાનગી વગર અબોલ પશુ-પક્ષીઓની કતલ કરવામાં આવતી હોવાનું ખુલતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
4 જીવતા બકરા અને 14 મરઘીઓનો છુટકારો
પોલીસ રેડ દરમિયાન ઓરડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા 4 જીવતા બકરા અને 14 મરઘીઓને બચાવી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી બકરા અને મરઘીના માંસનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત પશુઓની કતલ કરવા માટે ઉપયોગમાં લેવાતા ધારદાર સાધનો અને અન્ય સામગ્રી પણ પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કરી છે.













