ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત હની ટ્રેપની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મિત્રતાને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પોતાના જ મિત્રને હનીટ્રેપની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ મામલે ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય સૂત્રધાર મિત્ર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે.


આ સિલસિલો છેલ્લા 2 વર્ષથી ચાલતો હતો

આ કેસની વિગત મુજબ, ભોગ બનનાર યુવકના જ એક અંગત મિત્રએ તેની સંપત્તિ અને આર્થિક સ્થિતિ વિશેની તમામ વિગતો મેળવી લીધી હતી. લાલચમાં આવીને આ મિત્રએ અન્ય બે સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર એક મહિલાના નામે બનાવટી પ્રોફાઇલ તૈયાર કરી હતી. આરોપીઓએ મહિલા બનીને ભોગ બનનાર સાથે મીઠી-મીઠી વાતો કરવાનું શરૂ કર્યું હતું. આ સિલસિલો છેલ્લા 2 વર્ષથી ચાલતો હતો.

ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

પ્રેમની જાળમાં ફસાવીને આરોપીઓએ અલગ-અલગ બહાના હેઠળ અને બદનામ કરવાની ધમકી આપીને ટુકડે-ટુકડે અંદાજે 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. જ્યારે ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનો અહેસાસ થયો, ત્યારે તેણે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ આખા ખેલનો માસ્ટરમાઈન્ડ બીજું કોઈ નહીં પણ ભોગ બનનારનો પોતાનો જ મિત્ર હતો.

આ પણ વાંચોઃ Surat News: ખેતરેથી પરત ફરતા પટેલ પરિવારને કાળ આંબી ગયો, કારે બાઈકને ટક્કર મારતા એક જ પરિવારના 3 સભ્યોના મોત


  • Follow us on: