અમદાવાદમાં યોજાયેલી PSIની પરીક્ષામાં પેપરને લઈને ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયો હતો. શહેરના વસ્ત્રાલમાં ભાવના સ્કૂલમાં હોબાળો થયો હતો. ઉમેદવારોએ પેપરનું સીલ ખુલ્લુ હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉમેદવારોએ સ્કૂલ પાસે જ હોબાળો કર્યો હતો. પેપર આપનારને ઉમેદવારોએ સવાલ કરતા જ તેમને તોછડી ભાષામાં જવાબ આપવામાં આવ્યો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. તમારે પેપર આપવું હોય તો આપો તેવી ભાષામાં જવાબ અપાયો હોવાનો આક્ષેપ થયો હતો. ઉમેદવારોએ હોબાળો કરતાં જ સંચાલકોએ સીસીટીવી ચેક કર્યા હતાં.




PSIની પરીક્ષામાં ગેરરીતિ પર GPRBનો ખુલાસો

હવે આ પરીક્ષાના પેપરોની ગેરરીતિ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.બોર્ડ દ્વારા તપાસ કરીને જણાવાયું હતું કે, પેપરનું સીલ ખુલ્લુ હોવાની વાતમાં તથ્ય નથી. પરીક્ષાના કેન્દ્ર પર પેપર સીલ બંધ કવરમાં જ પહોંચ્યા હતાં. સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખુલાસો કરાયો હતો. વસ્ત્રાલની ભાવના સ્કૂલમાં પેપરનું સીલ ખુલ્લુ હોવાના આક્ષેપ થયા હતાં.


આ પણ વાંચોઃ Rajkot: આંગણવાડીઓમાં પોષણના નામે પોકળ દાવા, 365 આંગણવાડીઓમાં 3 વર્ષથી 'સુખડી' ગાયબ


  • Follow us on: