અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના સત્તાધીશોને એક ઈ-મેલ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ ધમકી મળતાની સાથે જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાઈકોર્ટ પરિસરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું હતું. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કોર્ટના પ્રવેશ અને બહાર નીકળવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા હતા.
BDDS ની ઘટના સ્થળે દોડી આવી













