અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વિકર પરમીટના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ થતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં 9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. એક તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે તો બીજી તરફ તપાસ કરવા માટે 5 સભ્યોની કમિટી બનાવી છે જે મેડીકલ લીકર પરમીટ કૌભાંડની તપાસ કરી રહી છે. સિવિલ તંત્રએ 3 માસનો ડેટા પોલીસને સોંપ્યો છે. કૌભાંડ મુદ્દે 4 પરમિટ ધારકના નિવેદન નોંધાયા છે.
પોલીસે 2025 અને 2026 સુધીનો ડેટા માંગ્યો
મળતી માહિતી અનુસાર જે રોગી કલ્યાણ સમિતિ ફંડમાં કૌભાંડ થયું તે વિભાગના ફરજ બજાવતા અધિકારીઓને આ કૌભાંડની તપાસ સોંપાઈ છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.કર્મચારીથી લઈને સિનિયર કલાંકે ઉઘરાવેલા રુપિયાની ઉપર બેઠેલા લોકોને કેમ ખબર ના પડી. શા માટે માત્ર 9 અરજદારોની તપાસ કરાઈ છે. રોગી કલ્યાણ સમિતિમાં ફંડ જમા કરાવવાનુ કામ વરસોથી ચાલી રહ્યું છે તો અગાઉના વ્યવહારોની તપાસ પણ સત્વરે કરવી જરૂરી બની છે. જેથી મોટામાથાઓના નામ પણ ખુલી શકે છે. અમદાવાદ સિવિલ તંત્રએ પોલીસને ત્રણ માસનો ડેટા આપ્યો છે. જ્યારે પોલીસે 2025 અને 2026 સુધીનો ડેટા માંગ્યો છે.












