ગુજરાતમાં લાંચિયા બાબુઓને પકડી પાડવા માટે ACB સક્રિય થઈ છે. આજે સતત બીજા લાંચિયા અધિકારીને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ડાંગના સુબિરમાં તાલુકા પંચાયતનો ગ્રામ સેવક 32 હજારની લાંચ લેતા ઝડપાયો છે. મનરેગા યોજનામાં વહિવટી મંજૂરી માટેની કાર્યવાહી કરવા મુદ્દે ચાર અરજદારો પાસેથી લાંચ માંગી હતી. ACBએ આ ગુનામાં ગ્રામ સેવક અને તેમના પતિ સામે ગુનો દાખલ કર્યો છે.


મનરેગાના કામ માટે 32800 રૂપિયાની લાંગ માગી

ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ગ્રામ સેવકે મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલ માટેના કામ માટેની ફાઈલ તૈયાર કરી તેની વહિવટી મંજૂરી માટે લાંચની માગ કરી હતી. ફરિયાદીએ તેમના ગામના ચાર અરજદારોના મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલના કામકાજ માટે સુબીર તાલુકા પંચાયત કચેરી મનરેગા શાખાના ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન પટેલને મળ્યા હતાં. આ કામકાજ માટેની વહિવટી મંજૂરી માટે તેમણે એક અરજદાર પૈકી 8200 રૂપિયાની લાંચ માગી હતી.તેમણે ચાર અરજદારો પાસેથી કામકાજ અંગે 32800 રૂપિયાની લાંગ માગી હતી.

લાંચના કેસમાં પતિ અને પત્ની સામે ગુનો દાખલ

આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમણે ACBમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ફરિયાદીએ ગ્રામ સેવક અનસુયાબેનને મળી હેતુલક્ષી વાતચીત કરી હતી. જેથી ગ્રામ સેવક અનસુયાબેને લાંચના રૂપિયા તેમના પતિ હેમંતભાઈ પટેલને આપવા કહ્યું હતું. આ લાંચની રકમ તેમના પતિ સ્વીકારતા રંગેહાથે ઝડપાઈ ગયા હતાં. બંને સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.


આ પણ વાંચોઃ Gujarat News: હવે તલાટી રખડતા શ્વાન ક્યાં રહે છે તેની શોધખોળ કરશે, ગ્રામ વિકાસ કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો


  • Follow us on: