ભાવનગર શહેરના વિક્ટોરિયા રોડ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સાતમા માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત થયું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.


સાતમા માળેથી નીચે પડવાથી કરૂણ મોત

ભાવનગર વિક્ટોરિયા રોડ પર ઇસ્કોન મેગાસિટી નજીક બનેલી રહેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા બિહારના શ્રમિકનું સંતુલન બગડતા સાતમા માળેથી નીચે પડવાથી કરૂણ મોત થયું.

શ્રમિકોમાં દોડધામ મચી ગઈ

મળતી માહિતી મુજબ, શ્રમિક સાતમા માળે ફર્નિચરનું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસતા તે નીચે પટકાયો હતો. ઘટનાસ્થળે જ તેની મોત નિપજતા અન્ય શ્રમિકોમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસે તપાસ શરુ કરી

મૃતકનો મૃતદેહ તાત્કાલિક પી.એમ. (પોસ્ટમોર્ટમ) માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીએ ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે બન્યો તથા સુરક્ષાની વ્યવસ્થા પૂરતી હતી કે નહીં તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો---  Rajkot : રેફ્યુજી કોલોનીના 267 મકાનના દસ્તાવેજ વહીવટી તંત્રએ છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી નાંખતા રહીશોને હાલાકી

  • Follow us on: