ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારા રોડ પર ભીષણ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોને ઈજા પહોંચી છે. બાઈક સવાર દંપતી અને બે બાળકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાપુતારા પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.


એક જ પરિવારના ચાર સભ્યોને ગંભીર ઈજા

ડાંગ જિલ્લાના વઘઇ સાપુતારા ધોરી માર્ગ પર ફાટક પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે.પુરઝડપે દોડતી ઇનોવા કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક ઇસાક શિવરામભાઇ ચૌધરી સહિત પત્ની અને બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન પી.એચ.સી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કારે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો

સુરત પાર્સિંગની ઇનોવા કારે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ઇસાકભાઇનો પગ, તેમની પત્નીનો જમણો હાથ તેમજ પુત્ર અને પુત્રીના પગમાં ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ સ્થળ પર પહોંચી જઈ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં ઠંડીનો સેકન્ડ રાઉન્ડ, આગામી બે દિવસ રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી!


  • Follow us on: