અમરેલી ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલાના કડીયાળી નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા એક યુવાનનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને અકસ્માત કેવી રીતે થયો અને કોણે કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક હિંડોરણા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.


ભાવનગર સોમનાથ હાઇવે પર અકસ્માત

અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવે પર રાજુલાના કડિયાળી નજીક દર્શન હોટેલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક લઈને જતાં યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન રાજુલા પાસેના હિંડોરણા ગામનો હોવાનું સામે આવ્યું છે. મનસુખ ભોળાભાઈ પટેલ નામના યુવકના આગામી 12 ફેબ્રુઆરીએ લગ્ન હતાં. લગ્ન પહેલા યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે અને કોણે કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Dang News : એસટી બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં વઘઈ આહવા રોડ પર અકસ્માત, બે મુસાફરોને ઈજા પહોંચી


  • Follow us on: