અમરેલી જિલ્લામાં આવેલ વડીયા તાલુકાના અરજણસુખ ગામમા મોડી રાતે જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખવાની ઘટનાએ ચકચાર મચાવી છે અહી અરજણસુખ ગામમા સગાને ત્યાં ગોંડલના 60 વર્ષીય દિશેનભાઇ સોલંકી આવ્યા હતા. જ્યાં તેમના 5 જેટલા સાળા સહિત કેટલાક અજાણીયા લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઇને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.


સમાધાન કરવાની બદલે વૃદ્ધની હત્યા કરી નાંખી

જ્યાં સારવાર દરમિયાન દિનેશભાઇનું મોત થતા મામલો હત્યામાં પલટાયો નાનકડા અરજણસુખ ગામમાં ચકચાર મચી ગઇ હતી. વડીયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધ્યો જેમાં તેમના સાળા સહિત અજાણીયા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મૃતક દિનેશભાઇને પત્ની સાથે ઝઘડો થયા બાદ ઘર છોડી અરજણસુખ આવ્યા હતા જ્યાં તેમના સાળા સહિત લોકો એકત્ર થયા હતા સમાધાન બાબતે ત્યારબાદ બોલાચાલી થયા બાદ દિનેશભાઇ ઉપર જીવલેણ હુમલો થયો હતો.

5 સાળા અને અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધાઈ છે

જેમાં મૃતકના જ 5 સાળા અને અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધાઈ છે જેમા સાળાના હાથે બનેવીની હત્યા થતા ચકચાર મચી ગઇ છે હાલમાં આરોપીને પકડવા માટે ડીવાયએસપીના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે. શ્રી સરકારની જમીનમાં આવા આવારા તત્વો કબજો કરી રહયા છે સરપંચ દ્વારા એક વર્ષ પહેલા લેખિતમાં મામલતદારને રજૂઆત કરી હતી અને આજે વડીયા પોલીસ સ્ટેશને અને મામલતદાર કચેરીએ સરપંચે રજૂઆત કરી છે અમારા ગામા આધાર કાર્ડમાં નામ હોઈએ એજ લોકોને રહેવાની મજૂરી આપો અને અમારા ગામની બદનામી હું નહી ચલાવી લઉ અને જો આ બાબતે યોગ્ય કામગીરી નહિ થાય તો ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલન પર જવાની ફરજ પડશેની ચીમકી પણ ઉચ્ચારી છે.

  • Follow us on: