અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામમાં વર્ષ 2023માં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ દરમિયાન પોલીસે બે વર્ષ બાદ 2025માં તેનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ યુવતીને તેના પતિએ જ સામાન્ય માથાકૂટ થતાં ગળુ દબાવીને હત્યા કરી હતી અને મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. પોલીસે આ મહિલાનું પૂતળુ બનાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, પોલીસે પંચનામું કરીને આખી ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ હાથ ધરી છે.


ડેમના પાળા પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી હતી

અમરેલી તાલુકાના 2023માં નાના ભંડારીયા ગામ નજીક આવેલ ડેમના પાળા પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દાહોદના નવલીબેન ખેત મજૂરી કરતા હતા તેમને પોતાની દીકરી ગુમ થયાની અરજી આપી હતી. ત્યારબાદ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી અગાઉ મળેલા મૃતદેહ સાથે યુવતીના ડીએનએ મેચ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક દીકરી નાવલીબેન બારૈયાની છે.

જમાઈ ભાવેશ કટારાએ સાસુને કહ્યું મેં તમારી દીકરીને મારી નાખી

અમરેલી ડિવાયએસપી ચિરાગ દેસાઈએ કહ્યું હતું કે, ફરિયાદીના જમાઈ ભાવેશ કટારાએ સાસુને કહ્યું મેં તમારી દીકરીને મારી નાખી છે. ત્યારબાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધી આરોપી જમાઈ ભાવેશ કટારાની ધરપકડ કરવા માટે અમરેલી તાલુકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા વડીયામાં બાદલપર ગામમાંથી ઝડપી લીધો અને પોલીસે પૂછપરછ કરતા કબૂલાત આપી વધુ પુરાવા એકત્ર કરવા માટે પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરતા 5 દિવસના રીમાન્ડ મળ્યા છે.

આરોપી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી

આજે અમરેલી તાલુકા પોલીસની ટીમ આરોપી ભાવેશ કટારાને લઈ ઘટના બની હતી ત્યાં સ્થળ પર પોહચી હતી. નાના ભંડારીયા ગામ નજીક ગોવિંદભાઇ વોરાની વાડીમાં પત્નીની કેવી રીતે હત્યા કરવામાં આવી તે એક મહિલાના સ્ટેચ્યુ મારફતે ઓરડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરાવ્યું હતું. જેમાં એક ઓરડીમાં એકલા હોય છે અને માથાકૂટ દરમ્યાન આરોપી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધા બાદ પત્ની તેના ઉપર પડી જાય છે ત્યારબાદ પતિ દ્વારા પત્નીને ખભે નાખી ખેતરમાં બાવળની કાટ રાખી દીધી હતી અને આરોપી ભાગી ગયો હતો. આ આખી ઘટના હત્યા કેવી રીતે કરવામાં આવી તે અંગે પોલીસે વીડિયો સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું.


  • Follow us on: