આણંદના પેટલાદમાં અકસ્માતમાં એકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, બાઈક ડિવાઈડર સાથે અથડાતા એક વ્યકિતનું મોત થયું છે, કોલેજ ચોકડી નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું અને અકસ્માતમાં બાઈક ચાલક કરણ સોલંકીનું મોત થયું છે, મૃતક કરણ સોલંકી અરડી ગામનો રહેવાસી છે.


આણંદના પેટલાદમાં અકસ્માતમાં એકનું મોત

પેટલાદ શહેરમાં કોલેજ ચોકડી નજીક બાઇક ચાલકને અકસ્માત નડ્યો છે, જેમાં બાઈક ચાલક બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતુ જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે, રાત્રે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસનું અનુમાન છે કે બાઈક બાઈકના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોઈ શકે છે અને બાઈક ચાલક ફુલ સ્પીડમાં હોઈ શકે જેના કારણે તે અથડાયા બાદ પટકાયો હશે અને તેને માથાના ભાગે ઈજા પહોંચી છે.

આણંદ-સોજીત્રા રોડ ઉપર અકસ્માતની ઘટનામાં એકનું મોત

આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલા પેટલાદ તાલુકાના બાંધણી નજીક ગતરોજ બે બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે મહેળાવ પોલીસે અકસ્માત સર્જનારા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં રહેતા ચિરાગભાઈ અશોકભાઈ ઠક્કરના પિતા અશોકભાઈ પ્રહલાદભાઈ ઠક્કર (ઉં.વ.૬૬) વિદ્યાનગર ખાતે રહે છે અને સોજીત્રા ખાતે આવેલ એક ટ્રેડિંગ કંપનીમાં પશુ આહારનું માર્કેટિંગનું કામ કરતા હતા. ગતરોજ અશોકભાઈ ઠક્કર તેમના નિત્યક્રમ મુજબ બાઈક લઈને સોજીત્રા ખાતે આવેલી કંપનીમાં માર્કેટિંગનું કામ કરવા ગયા હતા.


  • Follow us on: