દિવાળીના તહેવાર દરમિયાન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આણંદમાં એક કાર ચાલકે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતાં. આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત સર્જનાર કાર ચાલક નિવૃત્ત પોલીસ કર્મી હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી.
કાર ચાલક સહિત બે બાઈક ચાલકોને ગંભીર ઈજા પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદના કરમસદ પાસે ગાના રોડ પર એક કાર ચાલકે બે બાઈકોને અડફેટે લીધા હતાં. પોલીસ લખેલી કારના ચાલકે અકસ્માત સર્જતા કાર ચાલક નિવૃત્ત પોલીસ કર્મી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અકસ્માતમાં કાર ચાલક સહિત બે બાઈક ચાલકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.













