આણંદમાં હાર્ડવેરની દુકાનના માલિક સહિત 30 જેટલા વેપારીઓ સાથે અમદાવાદના શખ્સ સહિત ત્રણ લોકોએ બાંધણી ચોકડીએ ટ્રેડિંગની દુકાન બતાવીને 80 લાખથી વધુની રકમની ઠગાઈ આચરી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 10 લાખથી વધુનો મુદ્દમાલ કબ્જે કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદમાં હાર્ડવેરની દુકાનના માલિક સહિત 30 જેટલા વેપારીઓ સાથે અમદાવાદના શખ્સ સહિત ત્રણ લોકોએ બાંધણી ચોકડીએ ટ્રેડિંગની દુકાન બતાવીને 80 લાખથી વધુની રકમની ઠગાઈ આચરી હતી. બાંધણી ચોકડીએ જલારામ ટ્રેડિંગ દ્વારા કરવામાં આવેલી ઠગાઈના કેસમાં પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જલારામ ટ્રેડિંગના માલિક દ્વારા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ સામાન લઈ લીધો હતો.













