પેટલાદના રામોદડી નજીક કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર ધકાડાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી. આ કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ ઘટનાની જાણ થતા લોકો એકઠા થયા હતા. મૃતક રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતા પોલીસ દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


રામોદડી નજીક કાર અકસ્માતમાં 3 લોકોના મોત 

વાસદ બગોદરા હાઈવે પર રામોદડી બ્રિજ પર અક્સ્માતમાં ત્રણના મોત થયા છે. ગતરાત્રીએ સ્વિફ્ટ કાર બ્રિજ પરના ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અક્સ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણેય લોકોના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા છે. અક્સ્માતમાં મૃત્યુ પામનારા રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. રામોદડી બ્રિજ પર જોખમી ડીવાઈડરએ પાછલાં બે વર્ષમાં 9લોકોનો ભોગ લીધો છે. ડીવાઈડર પાસે ના કોઈ સાઈન બોર્ડ કે ના કોઈ મોટું રેડિયમ બોર્ડ નથી. હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીએ ફરી ત્રણનો ભોગ લેવાયો છે.

 કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત

રામોદડી બ્રીજ પર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે. કાર રોડના ડીવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. હાઇવે પર અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હતો. હાઈવે ઓથોરિટી ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: