પેટલાદ શહેરના ગોપાલપુરામાં સ્માર્ટ મીટર લગાવવાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. પેટલાદ શહેરના લક્ક્ડપુરા નજીક ગોપાલપુરા વિસ્તાર આવેલો છે અને જે વિસ્તારમાં વીજ કંપનીના કર્મચારીઓ બપોરના સમયે સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા. વીજ કંપનીના કર્મચારીઓએ રહીશોને પૂછ્યા વગર આડેધડ મીટરો કાઢી નાખી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
પેટલાદમાં સ્માર્ટ મીટરનો વિરોધ













