ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સના વેચાણનો મુદ્દો રાજકીય રીતે ગરમ થઈ રહ્યો છે. જાહેરમાં પોલીસના પટ્ટા ઉતારવાના વાકયુદ્ધ થઈ રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દારુ અને ડ્રગ્સના વેચાણ અને ઝડપી લેવા મુદ્દે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે ખાસ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરી છે. જે ગામોમાં દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે પોલીસ તે ગામની સાથે છે.
3 મહિનામાં દારૂના 3164 કેસમાં 3372ની અટકાયત
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે એ કહ્યું હતું કે, જિલ્લામાં દારુ અને ડ્રગ્સના વેચાણ અને ઝડપી લેવા મુદ્દે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે ખાસ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરી છે.3 મહિનામાં 19.59 કરોડનો દારૂ ઝડપી પાડ્યો છે. 3 મહિનામાં દારૂના 3164 કેસમાં 3372ની અટકાયત કરાઈ છે.













